ગ્રામીણ અર્થવ્યવસ્થામાં વૃદ્ધિ:દેશમાં રોજગારી અને વાહનોના વેચાણમાં થયો વધારો, માગ ઝડપથી વધવાની શક્યતા

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-10-20 14:49:11
  • Views : 239
  • Modified Date : 2022-10-20 14:49:11

    દેશની ગ્રામીણ અર્થવ્યવસ્થા ફરીવાર પાટા પર આવી છે. અમેરિકન ફાઇનાન્શિયલ કંપની મોર્ગન સ્ટેનલીના એક રિપોર્ટ અનુસાર, રોજગાર, લોન, વાહનોનું વેચાણ અને વેપારના સૂચકાંકમાં આ ચિત્ર જાણવા મળ્યું છે. મોર્ગન સ્ટેનલીએ એક રિપોર્ટમાં કહ્યું કે અમારું માનવું છે કે ભારતમાં ગ્રામીણ માગ વધવાની છે. તેમજ બજારો સંપૂર્ણ રીતે ખોલવા, શ્રમ બજારમાં સુધારા અને ગ્રામીણ વિસ્તારોમાં વ્યવસાયની સ્થિતિમાં સુધારો કરવામાં મદદ મળી રહી છે.રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ચાલુ નાણાકીય વર્ષની શરૂઆતથી (એપ્રિલ) વધતા ખાદ્ય ફુગાવા ઉપરાંત, ભારતીય ગ્રામીણ અર્થવ્યવસ્થા પણ કોરોના મહામારીની બીજી લહેરથી પ્રભાવિત થઈ હતી. જો કે, છેલ્લા કેટલાક મહિનામાં પરિસ્થિતિમાં ઝડપથી સુધારો જોવા મળ્યો છે.મોર્ગન સ્ટેનલીના જણાવ્યા અનુસાર છેલ્લા ત્રણ મહિનાથી ગ્રામીણ અર્થવ્યવસ્થા સામાન્ય સ્થિતિમાં આવી રહી છે. અગાઉ, સતત 12 મહિના સુધી ગ્રામીણ અર્થવ્યવસ્થામાં મંદીના સંકેતો હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, છેલ્લા 3-4 મહિનામાં સમગ્ર ગ્રામીણ ગતિવિધિઓમાં સુધારો આવ્યો છે.

Download Our B K News Today App



Related News

લો ફરી પટકાયો...

  • by B.K.NEWS DAINIK
  • November 28, 2024, 6:45 pm
  • 190

ખાંડમાં ના ભાવમા આટલો...

  • by B.K.NEWS DAINIK
  • November 19, 2024, 6:29 pm
  • 183

સિંગતેલમાં 30 નો...

  • by B.K.NEWS DAINIK
  • November 19, 2024, 6:24 pm
  • 227