આજે પણ સોનું સસ્તું થયું

  • Published By :
  • Published Date : 2022-09-20 17:20:45
  • Views : 301
  • Modified Date : 2022-09-20 17:21:13

આંતરરાષ્ટ્રીય બજારમાં મંગળવારે સોનાની કિંમતમાં ઘટાડો થયો હતો. આજે સોનાના હાજર ભાવમાં 0.11 ટકાનો ઘટાડો થયો હતો.જ્યારે ચાંદીના ભાવમાં પણ 0.47 ટકાનો ઘટાડો થયો હતો. સોનાની હાજર કિંમત આજે વધીને $1,676.82 પ્રતિ ઔંસ થઈ ગઈ છે. એ જ રીતે આજે આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીની હાજર કિંમત પણ ઘટીને 19.54 ડોલર પ્રતિ ઔંસ થઈ ગઈ છે. સોમવારે ભારતીય બુલિયન માર્કેટમાં પણ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. દિલ્હી બુલિયન માર્કેટમાં સોમવારે સોનું 303 રૂપિયાના ઘટાડા સાથે 49,571 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સોનું 49,874 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. ચાંદીનો હાજર ભાવ રૂ. 197 ઘટીને રૂ. 57,090 પ્રતિ કિલો પર આવી ગયો હતો. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં તે રૂ. 57,287 પ્રતિ કિલોગ્રામ હતો. એચડીએફસી સિક્યોરિટીઝના સિનિયર એનાલિસ્ટ (કોમોડિટીઝ) તપને જણાવ્યું હતું કે યુએસ એફઓએમસીની બેઠક પહેલા વ્યાજદરમાં આક્રમક વધારો થવાની આશંકા અને ડૉલરની મજબૂતીથી સોનામાં ઘટાડો થયો હતો.આંતરરાષ્ટ્રીય બજારમાં આજે પણ  સોનાના ભાવમાં ઘટાડો થયો છે. પરંતુ ભારતીય વાયદા બજારમાં સોનાના ભાવમાં થોડો વધારો થયો છે તો ચાંદીના ભાવમાં ચળકાટ દેખાયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાની કિંમત 49400  સાથે કારોબારની શરૂઆત થઇ હતી. આજે સવારે 10:10 વાગ્યે MCX પર 24 કેરેટ શુદ્ધતા સોનાની કિંમત 49,349રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ હતી. મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં આજે ચાંદીના ભાવમાં ઉછાળો આવ્યો છે. મંગળવારે ચાંદીના ભાવમાં 402 રૂપિયાનો ઉછાળો આવ્યો હતો અને તે પ્રતિ કિલોગ્રામ રૂપિયા 57,086 પર પહોંચી ગયો હતો. આજે ચાંદીમાં 57,002 રૂપિયાથી કારોબાર શરૂ થયો હતો.

Download Our B K News Today App



Related News

લો ફરી પટકાયો...

  • by B.K.NEWS DAINIK
  • November 28, 2024, 6:45 pm
  • 169

ખાંડમાં ના ભાવમા આટલો...

  • by B.K.NEWS DAINIK
  • November 19, 2024, 6:29 pm
  • 155

સિંગતેલમાં 30 નો...

  • by B.K.NEWS DAINIK
  • November 19, 2024, 6:24 pm
  • 207