વૈશ્વિક મંદીની અસરમાં સોના-ચાંદી પણ તૂટ્યા

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-11-03 13:23:26
  • Views : 474
  • Modified Date : 2022-11-03 13:23:26

     સોના-ચાંદીની કિંમત (Gold Silver rate today)માં વૈશ્વિક બજારમાં છેલ્લા કેટલાક સમયથી દબાણ વચ્ચે ભારતમાં સ્થાનિક બજારોમાં પણ સોનું ચાંદી સતત ઘટી રહ્યા હતા. તેવામાં બંને કિંમતી ધાતુમાં ફરી એકવાર ચમક જોવા મળી હતી. જોકે આજે વૈશ્વિક મંદીની આશંકાઓ વચ્ચે ફરી બંને ધાતુમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે શરુઆતના કારોબારમાં સોનું ઘટીને રુ.50 હજારના સ્તર તરફ આગળ વધી ગયું હતું.. તો બીજી તરફ ચાંદીના ભાવ પણ ઘટીને 58 હજાર નજીક પહોંચી ગયું છે. આજે સવારે 10.30 વાગ્યે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું 0.53 ટકા ઘટીને 50,343 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 1.08 ટકા ઘટીને 58,153 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. વૈશ્વિક દબાણને પગલે સોનાનો ચળકાટ ફિક્કો પડ્યો હતો પરંતુ લાગે છે ફરી ચમક પાછી ફરી રહી છે. જોકે આજના વધારા છતાં સોનું તેની રેકોર્ડ કિંમત (Gold record price)થી હજુ પણ ઘણું જ સસ્તું મળી રહ્યું છે. આથી જો તમારે સોનાની ખરીદી કરવી હોય તો અત્યારે પણ તમારા માટે સારો મોકો છે. આજે સવારે 10.30 વાગ્યે એમસીએક્સ પર ડિસેમ્બરના વાયદાનું સોનું 0.53 ટકાના ઘટાડા સાથે 50,343 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ ડિસેમ્બરના વાયદાનું ચાંદી 1.08 ટકાના ઘટાડા સાથે 58,153 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 57,191 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 50,343 રૂપિયા જોવા મળ્યું હતું. 

Download Our B K News Today App



Related News

લો ફરી પટકાયો...

  • by B.K.NEWS DAINIK
  • November 28, 2024, 6:45 pm
  • 205

ખાંડમાં ના ભાવમા આટલો...

  • by B.K.NEWS DAINIK
  • November 19, 2024, 6:29 pm
  • 197

સિંગતેલમાં 30 નો...

  • by B.K.NEWS DAINIK
  • November 19, 2024, 6:24 pm
  • 239