હવે આરોગ્ય સેતુ એપ પરથી તમારું વેક્સિનેશન સર્ટિફિકેટ મેળવો, સરકારે એપને CoWIN સાથે ઈન્ટિગ્રેટ કરી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-12 12:15:42
  • Views : 366
  • Modified Date : 2021-02-12 12:15:42

    સ્વદેશી કોવિડ 19 ટ્રેકિંગ એપ આરોગ્ય સેતુ એપ હવે વેક્સિન રજિસ્ટ્રેશન એપ CoWIN સાથે ઈન્ટિગ્રેટ થઈ છે. એપમાં નવી અપડેટથી હવે યુઝર્સ તેમનાં વેક્સિનેશનનું ઈ સર્ટિફિકેટ મેળવી શકશે. આ અપડેટની માહિતી આરોગ્ય સેતુના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર અપાઈ છે.

    આરોગ્ય સેતુએ ટ્વીટ કરીને લખ્યું છે કે, CoWINની ડિટેલ હવે આરોગ્ય સેતુ પર લાઈવ થઈ છે. CoWIN ડેશબોર્ડ વ્યૂ, વેક્સિનેશન ઈન્ફોર્મેશન અને સર્ટિફિકેટ માટે હવે યુઝર્સ તેનો એક્સેસ કરી શકશે.

    હાલ ભારતમાં પ્રથમ ચરણનું વેક્સિનેશન ચાલી રહ્યું છે. હેલ્થ ઓફિશિયલ, ફ્રન્ટ લાઈન વર્કર્સ અને 50થી વધુ ઉંમર ધરાવતા લોકોને પહેલાં વેક્સિન આપવામાં આવી રહી છે. એપ પર વેક્સિનેશન માટે ક્વોલિફાય થતાં યુઝર્સ વેક્સિનેશન ઈન્ફોર્મેશન, વેક્સિન સર્ટિફિકેટ અને વેક્સિનેશન ડેશબોર્ડની માહિતી લઈ શકે છે.આ ટેબમાં પ્રોસીડ કરવા પર વેક્સિન અંગેના પ્રશ્નોના જવાબ આપતા વીડિયો જોવા મળશે. વીડિયોમાં AIIMSના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયા લોકોના મનની મુંઝવણ દૂર કરતાં નજરે પડે છે. પેજની નીચે ટેપ કરી તમે FAQsની 13 પેજની pdf પણ ડાઉનલોડ કરી શકો છો.

    આ ઓપ્શન જે લોકો વેક્સિન લઈ ચૂક્યા છે તેમના માટે છે. જો તમે કોરોનાની વેક્સિન લીધી છે તો તમે આ પ્લેટફોર્મ પરથી પ્રથમ ડોઝનું ઈ સર્ટિફિકેટ મેળવી શકો છો. તેના માટે તમારે CoWIN પર રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. સાથે જ તમારી પાસે 14 આંકડાનો બેનિફિશિયરી રેફરન્સ ID હોવો જરૂરી છે. આ આઈડી અને કોવિન સાથે રજિસ્ટર કરેલા મોબાઈલ નંબર સબમિટ કરી ઈ સર્ટિફિકેટ મેળવી શકાય છે.

    આ ઓપ્શનમાં ભારતમાં ચાલી રહેલા વેક્સિનેશન પ્રોગ્રામની તમામ જીણવટ ભરી માહિતી ઉપલબ્ધ છે. અહીં અત્યાર સુધી કેટલા લોકોને વેક્સિનેટ કરવામાં આવ્યા છે તેના આંકડા રાજ્યો પ્રમાણે જોઈ શકાય છે. પેજની નીચે આપેલા ઓેપ્શન ‘Click for detailed insights’ પર ક્લિક કરી ઓપન થતાં બ્રાઉઝર પેજમાં ટોટલ સાઈટ્સ, ટોટલ સેશન, જાતિ અને રસીની કંપની પ્રમાણેની માહિતી અને છેલ્લા 30 દિવસનો વેક્સિનેશન ગ્રાફ સહિતની અનેક માહિતી મેળવી શકાય છે.


Download Our B K News Today App



Related News

લો ફરી પટકાયો...

  • by B.K.NEWS DAINIK
  • November 28, 2024, 6:45 pm
  • 190

ખાંડમાં ના ભાવમા આટલો...

  • by B.K.NEWS DAINIK
  • November 19, 2024, 6:29 pm
  • 183

સિંગતેલમાં 30 નો...

  • by B.K.NEWS DAINIK
  • November 19, 2024, 6:24 pm
  • 227