સપ્તાહની શરૂઆતમાં જ માઠી બેઠી: સેન્સેક્સ 1000 અંક તૂટયો, અમેરિકાના એક ઝાટકાથી ભારતીય માર્કેટની મજા બગડી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-03-13 16:09:20
  • Views : 504
  • Modified Date : 2023-03-13 16:09:20

અમેરિકામાં વ્યાજ દરમાં વધારા સહિતની કોઈ પણ નાણાકીય હિલચાલ હોય તે ભારતીય બજારોને અસર કરતી જ હોય છે. તેવામાં હાલ યુએસ બેન્કિંગ સેક્ટરમાં સંકટના ભણકારા વાગી રહ્યા છે. જેની સીધી અસર ભારતીય સ્થાનિક શેરબજાર પર વર્તાઈ રહી છે. અમેરિકામાં અગાઉ સિલિકોન વેલી અને બાદમાં સિગ્નેચર બેંકને તાળા લાગી જતા આવી સ્થિતિ વચ્ચે પ્રથમ લીલા નિશાન પર ખુલ્યા પછી ભારતીય સ્ટોક માર્કેટ  કડાકા સાથે તૂટી પડ્યું હતું. જેને પગલે બીએસઈના 30 શેરોવાળા સેન્સેક્સમાં 800 પોઈન્ટથી વધુનો કડાકો નોંધાયો હતો.ભારતીય બજારનો બેન્ચમાર્ક ઈન્ડેક્સ બપોરે 2.30 વાગ્યે નિફ્ટી બેન્ચમાર્ક ઈન્ડેક્સ નિફ્ટી 17,130.45 આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો. જેમાં  282.45 પોઈન્ટ તેમજ 1.62 ટકાનો ઘટાડો નોંધાયો હતો.  બીજી તરફ જ્યારે બીએસઈના 30 શેર વાળો સેન્સેક્સ 1,023.28 પોઈન્ટ અથવા 1.73 ટકા ઘટીને 58, 111.85 ના પર સ્થિર થયો હતો. મહત્વનું છે ઘટાડાના આ સિલશીલાને માર્કેટમાં મંદી વચ્ચે આશરે 761 જેટલા શેરોમા વધારો નોંધાયો હતો. બીજી તરફ 2560 શેરમાં ઘટાડો અને 121 શેર કોઈ ફેરફાર વગર એટલે કે યથાવત ભાવમાં ટ્રેડ થઈ રહ્યા હતા.આજે સોમવારના દિવસે થોડા વધારા સાથે લીલા નિશાન પર શેર બજાર શરૂ થયું હતું. જેમાં સેન્સેક્સ 44.25 પોઈન્ટ અથવા 0.07% વધીને 59,179.38 પર અને નિફ્ટી 19.40 પોઈન્ટ એટલે કે 0.11 ટકા વધીને 17,432.30 પર ખુલ્યો હતો તો. બજારના પ્રારંભની સાથે જ લગભગ 1091 શેરમાં વધારો જોવા મળી રહ્યો હતો. સામે પક્ષે પ્રારંભના તબક્કામાં 1048 જેટલા શેર લાલ નિશાન પર ટ્રેડ થયા હતા.શેર બજારમાં ઘટાડા વચ્ચે રોકાણકારોની મીટ સોમવારે ગૌતમ અદાણીની આગેવાની હેઠળની કંપનીઓના શેરની કિંમત પર મંડાઈ હતી. તો અદાણી ગ્રુપના શેરની વાત કરવામાં આવે તો આ ગ્રુપના મોટા ભાગના શેરમા ઉછાળો નોંધાયો હતો. જેમાં પણ ચાર શેર ઉપલી સર્કિટમાં અથડાયા હતા. આમાં અદાણી પાવર 215.10 અદાણી ગ્રીન એનર્જી રૂ. 716.80, અદાણી ટોટલ ગેસ રૂ. 997.05 પર અને અદાણી ટ્રાન્સમિશન 5.00% ના વધારા સાથે રૂ. 949.65 પર ટ્રેડ કરી રહ્યો હતો. તે જ રીતે અદાણી એન્ટરપ્રાઇઝનો શેર 1.41% વધીને રૂ. 1,923.00 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

Download Our B K News Today App



Related News

લો ફરી પટકાયો...

  • by B.K.NEWS DAINIK
  • November 28, 2024, 6:45 pm
  • 189

ખાંડમાં ના ભાવમા આટલો...

  • by B.K.NEWS DAINIK
  • November 19, 2024, 6:29 pm
  • 183

સિંગતેલમાં 30 નો...

  • by B.K.NEWS DAINIK
  • November 19, 2024, 6:24 pm
  • 226