ડીપીઆઇઆઇટીએ 2023માં એફડીઆઈ વધવાની આગાહી કરી

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-28 17:41:54
  • Views : 448
  • Modified Date : 2022-12-28 17:41:54

30 નવેમ્બર સુધીમાં 93 વૈકલ્પિક રોકાણ ભંડોળને એફએફએસ હેઠળ 7,528 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. આ એઆઈએફએ 773 સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે

રોગચાળાને કારણે સ્ટાર્ટઅપ્સ માટે ઘણી મુશ્કેલીઓ આવી હતી અને વર્ષ 2022 માં, ભંડોળના અભાવે, ઘણા નવા સ્ટાર્ટઅપ્સ બંધ થઈ ગયા હતા અથવા તેમને ટકી રહેવા માટે છટણી જેવા પગલાંનો આશરો લેવો પડ્યો હતો. જોકે વર્ષ 2023માં સ્થિતિ બદલાતી દેખાઈ રહી છે. ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (ડીપીઆઇઆઇટી)ના સેક્રેટરી અનુરાગ જૈનના જણાવ્યા અનુસાર, ઉભરતા ઉદ્યોગ સાહસિકો માટે ઇકો સિસ્ટમને મજબૂત બનાવવા માટે સરકાર દ્વારા લેવામાં આવી રહેલા પગલાંને કારણે દેશની સ્ટાર્ટઅપ કંપનીઓ આગામી વર્ષ એટલે કે 2023માં નોંધપાત્ર વિદેશી સીધા રોકાણ (એફડીઆઇ) આકર્ષિત થવાની સંભાવના છે. જૈને જણાવ્યું હતું કે, ભારત પાસે વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ છે અને જે રીતે અહીં સ્ટાર્ટઅપ્સ પરફોર્મ કરી રહ્યા છે, તે રીતે ભારત ટૂંક સમયમાં સ્ટાર્ટઅપ્સ માટે ટોચની વૈશ્વિક ઇકો સિસ્ટમ બની જશે.

સેક્રેટરીએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ એકમોની સંખ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે. ફંડ ઓફ ફંડ્સ ફોર સ્ટાર્ટઅપ (એફએફએસ) અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા ઇનિશિયલ ફંડ સ્કીમ (એસઆઈએસએફએસ) સારી કામગીરી બજાવી રહ્યાં છે. આવી સ્થિતિમાં, સ્ટાર્ટઅપ એકમો 2023માં સારી માત્રામાં એફડીઆઈ આકર્ષિત કરી શકશે. જૈને કહ્યું કે, ભારતમાં હાલમાં સૌથી વધુ ઉદાર એફડીઆઇ નીતિઓ છે. એવા ઘણા ઓછા ક્ષેત્રો છે જ્યાં વિદેશી રોકાણને સરકારની મંજૂરીની જરૂર હોય છે. દેશની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં નવીનતા અને ખાનગી રોકાણને પ્રોત્સાહન આપવાના હેતુથી સરકારે 16 જાન્યુઆરી, 2016 ના રોજ સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલ શરૂ કરી હતી

Download Our B K News Today App



Related News

લો ફરી પટકાયો...

  • by B.K.NEWS DAINIK
  • November 28, 2024, 6:45 pm
  • 189

ખાંડમાં ના ભાવમા આટલો...

  • by B.K.NEWS DAINIK
  • November 19, 2024, 6:29 pm
  • 183

સિંગતેલમાં 30 નો...

  • by B.K.NEWS DAINIK
  • November 19, 2024, 6:24 pm
  • 226