પ્રાઇમરી માર્કેટમાં તેજી સામે ઇક્વિટીમાં નિરાશા

  • Published By :
  • Published Date : 2022-09-07 15:19:31
  • Views : 216
  • Modified Date : 2022-09-07 15:19:31

ચાલુ કેલેન્ડર વર્ષમાં અત્યાર સુધી મેઇન બોર્ડમાં સરેરાશ 20 આઈપીઓ આવ્યા છે જેમાં 55 ટકા સાથે સૌથી વધુ પ્રિમિયમે લિસ્ટિંગ કરાવનાર ડ્રિમફોક્સ સર્વિસનો આઈપીઓ નોંધાયો છે. જોકે, છેલ્લા બે માસમાં આવેલા એસએમઇ અને મેઇનબોર્ડના 70 ટકાથી વધુ આઇપીઓમાં રોકાણકારોએ પોઝિટીવ રિટર્ન મેળવ્યું છે. ઇક્વિટી માર્કેટમાં ભલે નિરાશા વ્યાપી હોય પરંતુ અત્યાર સુધી યોજાયેલા મોટાભાગના આઇપીઓ ઓવર સબસક્રાઇબ થયા છે. અગાઉ એપ્રિલમાં હરિઓમ પાઈપ્સે 40% પ્રિમિયમે લિસ્ટિંગ કરાવી ઈન્ટ્રા ડેના અંતે 46.86 ટકા રિટર્ન આપ્યું હતું. એરપોર્ટ સર્વિસ પ્રોવાઈડર ડ્રિમફોક્સ સર્વિસએ રૂ. 562.10 કરોડના આઈપીઓનું બમ્પર લિસ્ટિંગ કરાવી રોકાણકારોને ખરાબ સમયમાં પણ આકર્ષક રિટર્ન આપી આઇપીઓ માર્કેટમાં સંગીન સ્થિતીનો પાયો નાંખ્યો છે. બીએસઈ ખાતે 54.91 ટકાના ઉછાળા સાથે ઈશ્યૂ પ્રાઈઝ રૂ. 326 સામે રૂ. 505 પર ખુલ્યો હતો અને ઉંચામાં 550 સુધી પહોંચ્યા બાદ અંતે 41.92 ટકાની વૃદ્ધિ સાથે 462.65 બંધ રહ્યો હતો. જ્યારે NSE પર 56.04 ટકાના ઉછાળા સાથે રૂ. 508.70 પર લિસ્ટિંગ કરાવ્યુ છે. લિસ્ટિંગની થોડી જ ક્ષણોમાં 550ની ઓલટાઈમ ટોચે પહોંચી 68.71 ટકા રિટર્ન નોંધાયુ હતું. તામીલનાડ મર્કેન્ટાઇલ બેન્કનો આઇપીઓ બીજા દિવસે બપોર સુધીમાં રિટેલ રોકાણકારોએ રૂ. 831.60 કરોડના ઈશ્યૂ સામે 2.37 ગણું અર્થાત રૂ. 1970.89 કરોડના બીડ ભર્યા હતા. આ સાથે આઈપીઓ ફુલ્લી 1.06 ગણો ભરાયો હતો.

Download Our B K News Today App



Related News

લો ફરી પટકાયો...

  • by B.K.NEWS DAINIK
  • November 28, 2024, 6:45 pm
  • 190

ખાંડમાં ના ભાવમા આટલો...

  • by B.K.NEWS DAINIK
  • November 19, 2024, 6:29 pm
  • 183

સિંગતેલમાં 30 નો...

  • by B.K.NEWS DAINIK
  • November 19, 2024, 6:24 pm
  • 227