સેન્સેકસ-નિફ્ટીમાં કડાકોઃ બેન્ક-ફાઇનાન્સીયલ શેરોમાં ભારે વેચવાલી સાથે તૂટયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-03-10 17:25:23
  • Views : 649
  • Modified Date : 2023-03-10 17:25:23

ભારતીય શેરબજારમાં આજે સપ્તાહના છેલ્લા દિવસે પણ વેચવાલી ચાલુ રહી હતી. જોકે, આ વખતે શેરબજારમાં વૈશ્વિક સંકેતો અસર કરી ગયા હતા. અમેરિકામાં વ્યાજદરનો વધારો ઉંચો અને લાંબો ચાલશે તેવા અહેવાલોથી વૈશ્વિક બજારમાં ફફડાટ જોવા મળ્યો હતો. જેના લીધે વૈશ્વિક બજારોની સાથે સાથે ભારતીય શેરબજારમાં પણ ફફડાટ જોવા મળ્યો હતો.

મોટા ભાગની જાતો અને સેકટરોમાં વેચવાલી જોવા મળી હતી. ખાસ કરીને બેન્ક અને ફાઇનાન્સીયલ શેરોમાં વેચવાલીનું દબાણ જોવાયું હતું. પીએસયુ અને પ્રાઇવેટ બેન્કોમાં પણ વેચવાલી જોવા મળી હતી.

ખાસ કરીને ભારતીય શેરબજારમાં ઇન્ડેકસ બેઝડ હેવીવેઇટ શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. જેમાં આજે ઇન્ટ્રાડેમાં નિફ્ટી 17400 પોઇન્ટની સપાટી તોડી નાંખી હતી, જોકે છેલ્લે રીકવર થઇને 17400 પોઇન્ટની ઉપર બંધ રહી હતી. જેમાં એફએમસીજી, બેન્ક, ફાઇનાન્સીયલ અને મેટલ તથા કન્ઝયુમર ડયુરેબલ શેરોમાં વેચવાલીનું દબાણ જોવાયું હતું. બેન્ક શેરોમાં વેચવાલીના દબાણે બેન્ક નિફ્ટી 41000 પોઇન્ટની સપાટી તોડી હતી.

વૈશ્વિક નકારાત્મક સંકેતોની પાછળ સતત બીજા દિવસે એક ટકા જેટલા સેન્સેક્સ અને નિફ્ટી તૂટયા હતા. જે બે દિવસમાં બે ટકા જેટલો ઘટાડો થઇ ગયો છે. આજે બીએસઇ સેન્સેકસ 671.15 પોઇન્ટ એટલે કે 1.12 ટકા જેટલા તૂટીને 59135.13 પોઇન્ટના સ્તરે બંધ રહ્યા હતા. આજે ઇન્ટ્રાડેમાં સેન્સ્ક્સ 59000 પોઇન્ટની સપાટી તોડીને 58885 પોઇન્ટ સુધી ઘટયા હતા. જ્યારે ઉંચામાં 59262 પોઇન્ટ સુધી વધ્યા હતા. નિફ્ટી 176.70 પોઇન્ટ એટલે કે એક ટકા જેટલા ઘટીને 17412.90 પોઇન્ટના સ્તરે બંધ રહી હતી. આજે ઇન્ટ્રાડેમાં નિફ્ટીએ 17400ની સપાટી તોડીને 17324 પોઇન્ટ સુધી તૂટી હતી, જ્યારે ઉંચામાં 17451 પોઇન્ટ સુધી વધી હતી. સૌથી વધુ બેન્ક નિફ્ટી 771.30 પોઇન્ટ એટલે કે 1.87 ટકા તૂટીને 41000 પોઇન્ટની સપાટીની નીચે સરકીને 40485.45 પોઇન્ટના સ્તરે બંધ રહ્યા હતા.

બીએસઇ ખાતે બિરલા કોર્પોરેશનમાં 3.73 ગણા, સન ફાર્મા એડવાન્સ રિસર્ચમાં 3.36 ગણા, 360 વન વામ લિ.માં 2.87 ગણા, કેએસબી લી.માં 2.35 ગણા અને વીઆઇપી ઇન્ડ.માં 2.26 ગણા કામકાજ નોંધાયા છે. એનએસઇ ખાતે મેંગલોર રિફાઇનરીમાં 9.25 ગણા, જેબીએમ ઓટોમાં 5.93 ગણા, ઝાયડસ વેલનેસમાં 5.54 ગણા, બાલકૃષ્ણ ઇન્ડ.માં 5.22 ગણા અને એપ્ટસ વેલ્યુ હાઉસીંગમાં 5.05 ગણા કામકાજ નોંધાયા છે.

લાર્જકેપ શેરોની પાછળ બ્રોડર માર્કેટમાં પણ વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. બીએસઇ મિડકેપ ઇન્ડેકસ 0.69 ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ 0.59 ટકા ઘટ્યા હતા. જેના લીધે માર્કેટ બ્રેડથ નબળું પડ્યું હતું. બીએસઇ ખાતે 1418 શેરો વધ્યા હતા, જ્યારે નીચામાં 2087 શેરો ઘટયા હતા અને 106 શેરો યથાવત રહ્યા હતા.

પ્રાઇવેટ બેન્કોની સરખામણીએ પીએસયુ બેન્કોમાં પણ વેચવાલી રહી હતી અને તેના લીધે નિફ્ટી પીએસયુ બેન્ક ઇન્ડેક્સ 2.19 ટકા ઘટયા હતા. જે છેલ્લા બે ટ્રેડિંગ સેસન્સમાં 3.3 ટકા જેટલા તૂટયા હતા. જેમાં બેન્ક ઓફ ઇન્ડિયા 4.03 ટકા, કેનેરા બેન્ક 3.88 ટકા, યુનિયન બેન્ક 2.28 ટકા, બેન્ક ઓફ બરોડા 2.1 ટકા અને પંજાબ એન્ડ સીંધ બેન્ક 1.95 ટકા ઘટયા હતા. આ ઉપરાંત, એસબીઆઇ 1.95 ટકા, પીએનબી 1.87 ટકા, સેન્ટ્રલ બેન્ક 1.31 ટકા, યુકો બેન્ક 1.29 ટકા અને બેન્ક ઓફ મહારાષ્ટ્ર 0.92 ટકા ઘટયા હતા.

વૈશ્વિક નકારાત્મક સંકેતોમાં યુરોપ અને એશિયન બજારો લાલ નિશાનમાં જોવાયા હતા. યુએસ ફેબ્રુઆરીના નોન ફાર્મ પેરોલ રિપોર્ટની રાહ જોતા હતા, જે ફેડરલ રિઝર્વના આગામી દર વધારા અંગેની દિશા નક્કી કરી શકે છે. હોંગકોંગમાં હેંગસેંગ ઇન્ડેકસ 2.32 ટકા ઘટયો છે. અમેરિકા વ્યાજદરની દિશાને આકારા આપી શકે છે. અમેરિકાના ગઇકાલે ડાઉ જોન્સ 9મી નવેમ્બર બાદ 200 દિવસની મુવીંગ એવરેજથી નીચે બંધ થયો હતો. જેની વૈશ્વિક બજારો ઉપર અસર જોવા મળી હતી.

વૈશ્વિક બજારોમાં યુરોપિયન બજારોમાં એફટીએસઇ 1.90 ટકા, કેક 1.48 ટકા અને ડેકસ 1.59 ટકા ઘટાડા સાથે ચાલી રહ્યા છે. એશિયન બજારોમાં નીક્કી 1.70 ટકા, સ્ટ્રેઇટસ 1.17 ટકા, હેંગસેંગ 3.14 ટકા, તાઇવાન 1.57 ટકા, કોસ્પી 1.02 ટકા અને જકાર્તામાં 0.51 ટકા અને શાંઘાઇ 1.42 ટકા ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

સેન્સેક્સ                                                -671.15        59135.13

નિફ્ટી                          -176.70       17412.90

બેન્ક નિફ્ટી                     -771.35       40485.40

નિફ્ટી

ટોપ ગેઇનર્સ

કંપનીનું નામ                   ટકાવારી        ભાવ

તાતા મોટર્સ                    0.84           435.85

એનટીપીસી                     0.72           180.75

મારૂતિ સુઝુકી                   0.70           8601.55

બ્રિટાનીયા                      0.45           4311.00

બીપીસીએલ                    0.37           326.05

ટોપ લુસર્સ

કંપનીનું નામ                   ટકાવારી        ભાવ

અદાણી એન્ટરપ્રાઇઝ           2.92           1896.20

એચડીએફસી બેન્ક              2.58           1588.65

અપોલો હોસ્પિટલ               2.28           4317.25

એચડીએફસી                   2.18           2608.90

ઇન્ડસઇન્ડ બેન્ક                2.14           1144.80

સેન્સેક્સ

ટોપ ગેઇનર્સ

કંપનીનું નામ                   ટકાવારી        ભાવ

તાતા મોટર્સ                    0.95           436.30

એનટીપીસી                     0.78           180.85

મારૂતિ સુઝુકી                   0.76           8607.00

પાવરગ્રીડ                      0.33           226.60

સન ફાર્મા                       0.28           954.80

ટોપ લુસર્સ

કંપનીનું નામ                   ટકાવારી        ભાવ

એચડીએફસી બેન્ક              2.58           1589.50

એચડીએફસી                   2.09           2613.00

ઇન્ડસઇન્ડ બેન્ક                2.02           1146.00

એસબીઆઇ                     2.00           547.90

એકસીસ બેન્ક                  1.94           851.40

Download Our B K News Today App



Related News

લો ફરી પટકાયો...

  • by B.K.NEWS DAINIK
  • November 28, 2024, 6:45 pm
  • 189

ખાંડમાં ના ભાવમા આટલો...

  • by B.K.NEWS DAINIK
  • November 19, 2024, 6:29 pm
  • 183

સિંગતેલમાં 30 નો...

  • by B.K.NEWS DAINIK
  • November 19, 2024, 6:24 pm
  • 226