દિવાળી પહેલા ફરી સસ્તા થયાં સોના-ચાંદીના ભાવ

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-10-14 12:42:19
  • Views : 224
  • Modified Date : 2022-10-14 12:42:19

     ગ્લોબલ માર્કેટમાં ભારે ઉતાર ચઢાવ પછી ભારતીય બજારમાં સોના ચાંદીની કિંમતોમાં પણ થોડો બદલવા નજરમાં આવી રહ્યો છે. વૈશ્વિક સંકેતોને કારણે આજે એટલે કે 14 ઓક્ટોબરના રોજ ભારતીય વાયદા બજારમાં સોનાની કિંમતમાં ઘટાડો થયો છે પણ આ સાથે જ ચાંદીમાં તેજી જોવા મળી હતી. જણાવી દઈએ કે આંતરરાષ્ટ્રીય બજારમાં આજે સોના અને ચાંદી બંનેના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. આજે સવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાની કિંમત  65 રૂપિયા ઘટીને 50,819 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી પંહોચી હતી. આજે સોનાની કિંમત શરૂઆતના વેપારમાં 0.13 ટકાના ઘટાડા સાથે ખૂલી હતી. જો કે સોનાનો ભાવ આજે 50,794 રૂપિયા પર ખુલ્યો હતો. અઠવાડિયાના પહેલા દિવસે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ચાંદીની કિંમતમાં વધારો જોવા મળ્યો હતો.  રૂ.61 વધીને રૂ.57,201 પ્રતિ કિલો એ પંહોચી છે. આજે સોનાની કિંમત શરૂઆતના વેપારમાં 0.11 ટકાના વધારા સાથે ખૂલી હતી. આજે સવારે ચાંદીની કિંમત 57,226 રૂપિયાથી શરૂ થઈ હતી.  વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે સોનાની કિંમતમાં 0 0.45 ટકા ઘટી હતી અને 1,667.13 ડોલર પ્રતિ ઔંસ પર સોનું ટ્રેડ થઈ રહ્યું છે. જણાવી દઈએ કે ગઈકાલે સોનાના ભાવમાં 0.32 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. ચાંદીની કિંમતની વાત કરી તો ચાંદીના ભાવમાં પણ મંદી જોવા મળી છે. તે  0.40 ટકા ઘટીને 18.99 ડોલર પ્રતિ ઔંસ સુધી પંહોચી છે. 

 

 

Download Our B K News Today App



Related News

લો ફરી પટકાયો...

  • by B.K.NEWS DAINIK
  • November 28, 2024, 6:45 pm
  • 205

ખાંડમાં ના ભાવમા આટલો...

  • by B.K.NEWS DAINIK
  • November 19, 2024, 6:29 pm
  • 198

સિંગતેલમાં 30 નો...

  • by B.K.NEWS DAINIK
  • November 19, 2024, 6:24 pm
  • 240