અમેરિકામાં બેંકિંગ સંકટ: સિલિકોન વેલી બેંક બાદ સિગ્નેચર બેંકને તાળા લાગ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-03-13 16:30:43
  • Views : 572
  • Modified Date : 2023-03-13 16:30:43

અમેરિકા બેન્કિંગ સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. અમેરિકાની બેંકોને એક પછી એક તાળા લાગી ગયા છે. પહેલા સિલિકોન વેલી બેંક (એસવીબી) બેંક અને હવે અન્ય એક અમેરિકન બેંકને તાળા લાગી ગયા છે. અમેરિકામાં બેન્કિંગ સંકટ વચ્ચે હવે સિગ્નેચર બેંકને અસ્થાયી રૂપે લોક કરી દેવામાં આવી છે. સિગ્નેચર બેન્ક પાસે ક્રિપ્ટોકરન્સીનો સ્ટોક હતો. ક્રિપ્ટોકરન્સીમાં જોખમને જોતા આ બેંકને અસ્થાયી રૂપે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે સિગ્નેચર બેંક ન્યૂયોર્કની રિજનલ બેંક છે. આ સાથે જ એક અઠવાડિયાની અંદર આ બીજી અમેરિકન બેંક છે, જેને બંધ કરી દેવામાં આવી છે.

બેંકની આર્થિક સ્થિતિને જોતા ફેડરલ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશને સિગ્નેચર બેન્ક પર પોતાનું નિયંત્રણ મેળવ્યું છે. 2022માં બેંક પાસે 110.36 અબજ ડોલરની સંપત્તિ હતી. ક્રિપ્ટોકરન્સી શેરોની સ્થિતિને જોતા બેંકને થોડા દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમેરિકન બેંકો પર તોળાઈ રહેલા આ સંકટને જોતા આજે ઈમરજન્સી બેઠક બોલાવવામાં આવી છે. અમેરિકાની અન્ય બેન્કોને સિલિકોન વેલી બેન્ક, સિગ્નેચર બેન્કને અસર ન થાય તે માટે યુએસ ફેડરલ રિઝર્વે આજે તાકીદની બેઠક બોલાવી છે. ડિપોઝિટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન અને ફેડરલ રિઝર્વ બેન્કિંગ સંકટને પહોંચી વળવા માટે યોજનાઓ તૈયાર કરી રહ્યા છે.

સિલિકોન વેલી બેન્ક બંધ થવાથી ભારતમાં પણ તણાવ વધ્યો છે. અમેરિકન બેંકો પર તાળાના સમાચારથી ભારતની મુશ્કેલી પણ વધશે તે નક્કી છે. સિલિકોન વેલી બેંકનું ભારતમાં ઘણા સ્ટાર્ટઅપ્સમાં રોકાણ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યું છે કે અમેરિકા આ બેંકોના ડૂબવા માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરશે. તેમણે કહ્યું કે બેંકોના ખાતાધારકોના પૈસા સંપૂર્ણપણે સુરક્ષિત છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે મોટી બેંકોની દેખરેખ અને નિયમનને વધુ મજબૂત કરવામાં આવશે

Download Our B K News Today App



Related News

લો ફરી પટકાયો...

  • by B.K.NEWS DAINIK
  • November 28, 2024, 6:45 pm
  • 189

ખાંડમાં ના ભાવમા આટલો...

  • by B.K.NEWS DAINIK
  • November 19, 2024, 6:29 pm
  • 183

સિંગતેલમાં 30 નો...

  • by B.K.NEWS DAINIK
  • November 19, 2024, 6:24 pm
  • 226