અદાણી ભારતમાં વધુ એરપોર્ટ માટે બોલી લગાવશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-03-23 11:29:07
  • Views : 227
  • Modified Date : 2023-03-23 11:29:07

અદાણી ગ્રુપનો ભાગ અદાણી એરપોર્ટ્સ આગામી દિવસોમાં વધુ એરપોર્ટ માટે બોલી લગાવશે. કંપનીના સીઈઓ અરૂણ બંસલે બુધવારે કહ્યું કે કંપની પોતાના એરપોર્ટની સંખ્યા વધારવા માંગે છે. કંપનીની યોજનાઓ વિશે વાત કરતાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે આગામી કેટલાક વર્ષોમાં એક ડઝનથી વધુ એરપોર્ટનું ખાનગીકરણ થવાની ધારણા છે, અને અમે તેમની બિડમાં ભાગ લઈશું.

એવિએશન ઇન્સ્ટિટ્યૂટ સ્થાપવાનું કામ કરી રહેલા બંસલે સેન્ટર ફોર એવિએશન સમિટમાં બોલતાં કહ્યું હતું કે અદાણી એરપોર્ટ્સ એવિએશન ઇન્સ્ટિટ્યૂટ સ્થાપવા પર કામ કરી રહી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, પ્રથમ તબક્કા હેઠળ નવી મુંબઈ એરપોર્ટ ડિસેમ્બર 2024 સુધીમાં કામગીરી શરૂ કરી દેશે. નવી મુંબઈ એરપોર્ટ પર પ્રથમ તબક્કામાં ૨ કરોડની પેસેન્જર હેન્ડલિંગ ક્ષમતા હશે.

અદાણી એરપોર્ટ દેશની સૌથી મોટી ઓપરેટર કંપની છે. હાલ તેમની પાસે દેશના 7 એરપોર્ટની કમાન છે. અદાણી પાસે મુંબઈ એરપોર્ટ ઉપરાંત અમદાવાદ, લખનઉ, જયપુર, મેંગલુરુ, ગુવાહાટી અને તિરુવનંતપુરમ એરપોર્ટ સહિત અન્ય છ મોટા એરપોર્ટ પણ છે. તેમનું મેનેજમેન્ટ અદાણી ગ્રુપ પાસે છે. 6માં બોલી જીત્યા બાદ આ ગ્રુપ પર આગામી 50 વર્ષ સુધી આ એરપોર્ટના સંચાલનની જવાબદારી છે.

હવાઈ મુસાફરીને વધુ સુવિધાજનક બનાવવા માટે અદાણી ગ્રુપે ગયા વર્ષે ડિસેમ્બરમાં કન્ઝ્યુમર એપ 'અદાણી વન' લોન્ચ કરી હતી. આ એપના માધ્યમથી એરપોર્ટ પર ફ્લાઇટ બુકિંગ, ફ્લાઇટ સ્ટેટસ, કેબ બુકિંગ અને લોન્જ બુકિંગ જેવી ઘણી સુવિધાઓ એક જ જગ્યાએ ઉપલબ્ધ છે. આ એપને અત્યાર સુધી 5 લાખથી વધુ ડાઉનલોડ કરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News

લો ફરી પટકાયો...

  • by B.K.NEWS DAINIK
  • November 28, 2024, 6:45 pm
  • 205

ખાંડમાં ના ભાવમા આટલો...

  • by B.K.NEWS DAINIK
  • November 19, 2024, 6:29 pm
  • 198

સિંગતેલમાં 30 નો...

  • by B.K.NEWS DAINIK
  • November 19, 2024, 6:24 pm
  • 239