અદાણીનો આ શેર 52 સપ્તાહના નીચા સ્તરેથી 86 ટકા સુધી વધ્યો, શું ભાવ 1000ને પાર કરશે?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-05 16:37:16
  • Views : 160
  • Modified Date : 2023-06-05 16:37:16

અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) ના શેરોએ આ વર્ષે 52-સપ્તાહના નીચલા સ્તરેથી અદભૂત રિકવરી કરી છે. જણાવી દઈએ કે 24 જાન્યુઆરી, 2023ના રોજ, હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટના આક્ષેપોને પગલે અદાણી જૂથના અન્ય શેરો સાથે ડૂબી ગયેલો સ્ટોક 86%થી વધુનો ઉછાળો આવ્યો છે. જણાવી દઈએ કે અદાણી પોર્ટ્સનો શેર આજે વધારા સાથે રૂ. 738 પર ટ્રેડ થઈ રહ્યો છે એક સમયે રૂ. 394.95ના 52 સપ્તાહના નીચા સ્તરેથી 86%થી વધુ ઉછળ્યો છે. જાણવી દઈએ કે અદાણી પોર્ટ્સ 24 જાન્યુઆરી 2023ના રોજ રૂ. 760.85 પર હતો, જે માત્ર સાત ટ્રેડિંગ સેશનમાં 48% ઘટ્યો હતો.20 સપ્ટેમ્બર, 2022ના રોજ શેર રૂ. 987.90ની 52 સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.અદાણી પોર્ટ્સનો સ્ટોક નજીકના ભવિષ્યમાં પણ તેજી ચાલુ રાખે તેવી શક્યતા છે.

નોંધનીય વાત એ છે કે બ્રોકરેજ ફર્મ નોમુરાએ એવી આશંકા જતાવી છે કે અદાણી પોર્ટ્સના શેર રૂ. 1,025 સુધી પહોંચશે. એમને સ્ટોક પર 'Buy' રેટિંગ આપી છે.નોમુરાએ જણાવ્યું હતું કે, "મેનેજમેંટે નાણાકીય વર્ષ 24 સુધીમાં દેવું ઘટાડવા અને લઘુત્તમ શેરનું વચન આપવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને કંપની લોજિસ્ટિક્સ વોલ્યુમમાં મજબૂત વૃદ્ધિ જુએ છે. તે લોજિસ્ટિક્સમાં કન્ટેનર વોલ્યુમમાં 20-22 ટકાની મજબૂત વૃદ્ધિની અપેક્ષા રાખે છે."જો કે, અદાણી પોર્ટ્સના સ્ટોક પર CLSAનો રૂ. 878નો લક્ષ્યાંક નોમુરાની સરખામણીમાં આશાવાદી નથી.CLSA એ તેના લક્ષ્યાંકને રૂ. 792 થી ઘટાડીને જણાવ્યું હતું કે કોર પોર્ટ અને લોજિસ્ટિક્સ EBITDA 35 ટકા વધ્યો છે અને કંપનીએ અનેક એક્વિઝિશન પૂર્ણ કરીને બિઝનેસ પર તેની પકડ મજબૂત કરી છે.અન્ય બ્રોકરેજ ફર્મ ફિલિપ કેપિટલે તેનો લક્ષ્યાંક રૂ. 950થી સુધારીને રૂ. 930 કર્યો છે.તેણે સ્ટોક પર 'Buy' રેટિંગ જાળવી રાખ્યું છે.અદાણી પોર્ટ્સના શેરમાં એક વર્ષમાં 0.38 ટકાનો ઘટાડો થયો છે અને આ વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં 10 ટકાનો ઘટાડો થયો છે.છેલ્લા એક મહિનામાં 8 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે.ટેકનિકલ સ્તરે, અદાણી પોર્ટ્સનો રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ (RSI) 63.2 છે, જે દર્શાવે છે કે તે ન તો ઓવરબૉટ કે ઓવરસોલ્ડ ઝોનમાં ટ્રેડિંગ કરી રહ્યું છે.અદાણી પોર્ટ્સનો સ્ટોક 1.7નો એક વર્ષનો બીટા ધરાવે છે, જે સમયગાળા દરમિયાન ખૂબ જ ઊંચી વોલેટિલિટી દર્શાવે છે. અદાણી પોર્ટ્સનો સ્ટોક 5 દિવસ, 20 દિવસ, 50 દિવસ અને 100 દિવસની મૂવિંગ એવરેજથી ઉપર પરંતુ 200 દિવસની મૂવિંગ એવરેજથી નીચે ટ્રેડ થયો હતો.

Download Our B K News Today App



Related News

લો ફરી પટકાયો...

  • by B.K.NEWS DAINIK
  • November 28, 2024, 6:45 pm
  • 206

ખાંડમાં ના ભાવમા આટલો...

  • by B.K.NEWS DAINIK
  • November 19, 2024, 6:29 pm
  • 199

સિંગતેલમાં 30 નો...

  • by B.K.NEWS DAINIK
  • November 19, 2024, 6:24 pm
  • 240