માર્કેટ ઓપનિંગ પહેલા અદાણી ગ્રુપે 21,700 કરોડ રૂપિયાનું દેવું ચૂકવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-03-13 16:27:15
  • Views : 527
  • Modified Date : 2023-03-13 16:27:15

ગૌતમ અદાણીના નેતૃત્વમાં અદાણી ગ્રુપ રોકાણકારોનો વિશ્વાસ જીતવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે. હિન્ડેનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપ સમય પહેલા જ પોતાના દેવાની ચૂકવણી કરી રહ્યું છે. અદાણી ગ્રુપે રવિવારે કહ્યું હતું કે તેણે ઇક્વિટી પર ઉભા કરેલા સંપૂર્ણ 2.65 અબજ ડોલર (2,17,20,85,75,000 રૂપિયા) દેવાની ચૂકવણી કરી દીધી છે. જૂથે કહ્યું કે તેણે આ ચુકવણી 31 માર્ચ, 2023 ની સમયમર્યાદા પહેલા કરી હતી. આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે ફાઈનાન્સિયલ ટાઈમ્સના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અદાણી ગ્રુપ દેવું ઘટાડવા માટે અંબુજા સિમેન્ટમાં 4-5 ટકા હિસ્સો વેચીને 450 કરોડ ડોલર એકત્ર કરવા માંગે છે.

આ ઉપરાંત અદાણી ગ્રુપે જણાવ્યું હતું કે, અંબુજા સિમેન્ટના અધિગ્રહણમાં લીધેલા 500 કરોડ ડોલરની ચૂકવણી પણ પ્રમોટરોએ કરી છે. જૂથે જણાવ્યું હતું કે ઇક્વિટી ફાળો વધારવાના પ્રમોટરોના વચનને પૂર્ણ કરવા માટે આ કરવામાં આવ્યું છે. પ્રમોટરો હવે અંબુજામાં 6.6 અબજ ડોલરનું રોકાણ કરે છે અને એસીસીની કુલ સંપાદન કિંમત 2.6 અબજ ડોલર છે, એમ જૂથે જણાવ્યું હતું.

હાલમાં જ ઈન્વેસ્ટમેન્ટ ફર્મ જીક્યૂજી પાર્ટનર્સે અદાણી ગ્રુપની ત્રણ કંપનીઓમાં બ્લોક ડીલ દ્વારા 3,15 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા. અમેરિકાની શોર્ટ સેલર કંપની હિન્ડેનબર્ગે આ ગ્રુપ પર રિપોર્ટ જાહેર કર્યો ત્યારથી અદાણી ગ્રુપમાં આ સૌથી મોટું રોકાણ હતું.
2022
માં, ગૌતમ અદાણી ગ્રુપે 10.5 અબજ ડોલરના સોદામાં મુખ્ય ભારતીય સિમેન્ટ કંપનીઓ, અંબુજા સિમેન્ટ્સ અને એસીસીનું સંપાદન પૂર્ણ કર્યું હતું. આ સાથે જ તે દેશનો બીજો સૌથી મોટો સિમેન્ટ પ્લેયર બની ગયો છે.

Download Our B K News Today App



Related News

લો ફરી પટકાયો...

  • by B.K.NEWS DAINIK
  • November 28, 2024, 6:45 pm
  • 189

ખાંડમાં ના ભાવમા આટલો...

  • by B.K.NEWS DAINIK
  • November 19, 2024, 6:29 pm
  • 183

સિંગતેલમાં 30 નો...

  • by B.K.NEWS DAINIK
  • November 19, 2024, 6:24 pm
  • 226