રાષ્ટ્રીય સમાચાર
Recent News of રાષ્ટ્રીય સમાચાર
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આવશે ગુજરાત
આ કાર્યક્રમમાં ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ,ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ,મંત્રી નીમોષાબેન સુથાર અને ધારાસભ્ય સંભૂજી ઠાકોર પણ ઉપસ્થિત રહેશે.
અદાણી ગ્રૂપ ન્યૂ એનર્જી - ડેટા સેન્ટરમાં 100 અબજ ડોલરથી વધુ રોકાણ કરશે
2030 સુધી ભારત ત્રીજા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર બનશે: ગૌતમ અદાણી
અયોધ્યામાં લતા મંગેશકર ચોકનું લોકાર્પણ થશે
28 સપ્ટેમ્બરના રોજ લિજેન્ડરી ગાયિકા લતા મંગેશકરની 93મી જન્મજયંતી છે. વડાપ્રધાન મોદીએ આ પ્રસંગે અયોધ્યામાં એક ચોકને લતા મંગેશકરનું નામ આપવા બદલ ખુશી વ્યક્ત કરી છે.
કિંગ ખાનને ફળી મન્નત,VADODARA સ્ટેશન પર મોતનાં કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી રાહત
વર્ષ 2017 માં ફિલ્મ રઈસના પ્રમોશન દરમિયાન ગુજરાતના વડોદરા રેલ્વે સ્ટેશન પર નાસભાગમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું
UPમાં શિક્ષકે માર મારતા દલિત વિદ્યાર્થીનું મોત, પરીક્ષામાં એક શબ્દ ખોટો લખ્યો હતો
આરોપી શિક્ષક ફરાર થઈ ગયો છે
લખનૌમાં ટ્રોલી પલટી, કુલ્લુમાં પ્રવાસી ભરેલી બસ ખીણમાં ખાબકી, કુલ 11 લોકોના મોત
રાજધાની લખનઉમાં એક મોટી દુર્ઘટના બની છે. ઈટાંજાના કુમ્હરાવન રોડ પર ગદ્દીનપુરવા નજીક તળાવમાં ટ્રેક્ટર ટ્રોલી પલટી ગઈ હતી
મુંબઈવાસીઓ માટે BEST બસમાં માત્ર 19 રૂપિયામાં 10 વાર કરો મુસાફરી
મુંબઈવાસીઓ માટે સારા સમાચાર એ છે કે તેમને હવે 19 રૂપિયાની ટિકિટ સાથે બેસ્ટ બસોમાં 10 વખત મુસાફરી કરવાનો મોકો મળ્યો છે. પરંતુ રાહ જુઓ, દરેક ઓફર સાથે શરત લાગુ પડે છે. આ વાતની જાણકારી મુંબઈમાં બસ સેવાને નિયંત્રિત કરતા બેસ્ટ વહીવટીતંત્ર આપી છે.
200 કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં જેક્લીનને આપી મોટી રાહત કોર્ટે ?
200 કરોડની છેતરપિંડી કેસમાં બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને મોટી રાહત મળી છે.
રાજસ્થાનમાં CM પદ માટે રસાકસી
ભાજપ સતત એવો કટાક્ષ કરી રહ્યું છે કે, કોંગ્રેસે નેતાઓને પાર્ટીમાં જોડી રાખવા અને તેમને એકજૂથ રાખવા પર ધ્યાન આપવું જોઈએ
નાગપુરમાં BJP નેતા સાથે સૌરવ ગાંગુલીની મુલાકાત બાદ રાજકીય અટકળો તેજ
નાગપુરમાં BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીની કેન્દ્રીય શિપિંગ રાજ્ય મંત્રી અને બાણગાંવના ભાજપના સાંસદ શાંતનુ ઠાકુર સાથેની મુલાકાત બાદ તેમના રાજકારણમાં જોડાવાની અટકળોએ જોર પકડ્યું છે.
કેન્દ્રમાં યુપીએ સરકારના સમયગાળામાં ભારતનો વિકાસ રૂંધાયો
ભારતની આઇટી જાયન્ટ ઇન્ફોસિસના સહ-સ્થાપક એનઆર નારાયણ મૂર્તિએ શુક્રવારે જણાવ્યું હતું કે કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકારના શાસનમાં ભારતમાં આર્થિક ગતિવિધિઓ સ્થગિત થઈ ગઈ હતી. તેમણે એમ પણ કહ્યું કે મનમોહન સિંહ સરકારમાં સમયસર નિર્ણયો લેવામાં આવતા ન હતા.
નીતિશને હરાવવા માટે અમિત શાહે કહ્યું મહિનામાં બે વાર બિહાર આવશે
બિહાર પ્રવાસે પહોંચેલા અમિત શાહે ભાજપના નેતાઓ સાથેની બેઠકમાં કહ્યું કે જ્યારે અમે બંગાળમાં 2 થી 73 ધારાસભ્યો જીતી શકીશું. જો આસામ જેવા રાજ્યમાં આપણી સરકાર હોઈ શકે તો બિહાર શું છે? અહીં પણ લાલુ-નીતીશને હરાવીશું.
પાયલટના નિવાસસ્થાને હિલચાલ ઝડપી બની
રાજધાની જયપુરમાં સચિન પાયલટના ઘરે આજે હંગામો મચી ગયો છે. પાયલોટ સાથે ધારાસભ્યોને મળવાની પ્રક્રિયા ચાલુ છે. આજે લગભગ 12 ધારાસભ્યો પાયલટને મળ્યા છે.
બેન્કથી લઈને ઈન્શ્યોરન્સ કંપનીઓ સુધી શા માટે માંગે છે Cancelled Cheque?
કાર લોન, હોમ લોન માટે EMI ચૂકવી રહ્યાં છો. જેથી બેંક લઈને કેન્સલ ચેક વીમા કંપનીઓ પાસે માંગવામાં આવે છે.
‘ઓપરેશન મેઘચક્ર’ દ્વારા 20 રાજ્યોમાં 56 સ્થળો પર દરોડા, ચાઈલ્ડ પોર્નોગ્રાફી પર CBIની મોટી કાર્યવાહી
આ ટોળકી સમૂહમાં અને વ્યક્તિગત રીતે એમ બંને રીતે કામ કરે છે. ગત વર્ષે પણ ચાઈલ્ડ પોર્નોગ્રાફી મામલામાં એક ઓપરેશન કરવામાં આવ્યું હતું.
દિલ્હી LGએ 20 કરોડની ગેરરીતિના કેસમાં જલ બોર્ડના અધિકારીઓ વિરુદ્ધ FIR કરવાનો આદેશ આપ્યા
વર્ષ 2012-2019 વચ્ચે ઘણી નાણાકીય ગેરરીતિઓ આચરવામાં આવી હતી. આ દરમિયાન કરોડો રૂપિયાની હેરાફેરી કરવામાં આવી હતી. દિલ્હી જલ બોર્ડ બેંકના અધિકારીઓએ ઘણા નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.
મુંબઈમાં રીક્ષામાં 1લી ઓક્ટોબરથી 2 અને ટેક્સીમાં 3 રુપિયાનો વધારો
સીએનજીના ભાવ વધારા અનુસાર ભાડાં ના વધારાય તો બેમુદ્દતી હડતાળની ઓટો-કેબ ચાલકોની ચિમકી બાદ સરકાર ઝૂકી
મારૂં ડેથ સર્ટિફિકેટ ખોવાયું છે, સમાચારપત્રમાં છપાઈ આવી જાહેરાત
તાજેતરમાં સમાચાર પત્રમાં છપાયેલી એક જાહેરતને ઈન્ટરનેટ ઉપર ખૂબ જ શેર કરવામાં આવી રહી છે. તમને પણ નવાઈ લાગશે કે આખરે સમાચાર પત્રમાં છપાયેલી જાહેરાતમાં લોકોનું શું રસ હોઈ શકે છે.
શેર, ક્રૂડ, સોનાની જેમ પાણીમાં પણ ટ્રેડિંગ!
નાણાકીય એસેટ્સ શેર, રૂપિયો, ક્રિપ્ટો કે બોન્ડ અને કોમોડિટીઝ જેવી કે સોનું, ક્રૂડ, ખાદ્યતેલ વગેરેમાં હાજર અને વાયદામાં એક્સચેન્જ ઉપર ટ્રેડિંગ થઈ રહ્યું છે એમ આગામી દિવસોમાં પાણી હાજર અને વાયદામાં ટ્રેડ થાય એવી શક્યતા છે.


