પાકિસ્તાનના આ નેતાએ ગાયું 'સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા', વીડિયો થયો વાયરલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-01 16:54:28
  • Views : 614
  • Modified Date : 2019-09-01 16:54:28

મોદી સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરથી કલમ 370 હટાવવામાં આવ્યા બાદ પાકિસ્તાન હતાશ થઇ ગયુ છે. પાક. પીએમ ઇમરાન ખાન રોજ કાશ્મીર પર પોતાના નિવેદનો બદલી રહ્યા છે. તેઓ કાશ્મીરને લઇને ભડકાઊ નિવેદનો આપી રહ્યા છે. આ દરમિયાન પાકિસ્તાનનાં એક નેતાએ ભારતને સમર્પિત ગીત ગાયું છે. 

પાકિસ્તાનનાં કરાચીમાં રાજકીય રીતે મજબૂત પકડ રાખનારા મુત્તાહિદા કૌમી મૂવમેન્ટનાં સંસ્થાપક અલ્તાફ હુસૈનનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં તેઓ ‘સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા’ ગીત ગાતા જોવા મળી રહ્યા છે. અલ્તાફને પાકિસ્તાન વિરોધી ભાષણ આપવા માટે ઓળખવામાં આવે છે.છેલ્લા કેટલાક વર્ષથી લંડનમાં રહે છે અલ્તાફઅલ્તાફ હુસૈનની પાર્ટી પર કાર્યવાહી પછી પાકિસ્તાન છોડી દીધું હતું. તે 1992 થી બ્રિટનમાં રહે છે અને તેમનો પક્ષ MQM નું કામકાજ જોવે છે. પાકિસ્તાનની એક અદાલતમાં 2015 માં તેમને ભાગેડું જાહેર કર્યા છે. અલ્તાફ પર હત્યા, હિંસક ભડકાવવા, દેશદ્રોહ અને હેટ સ્પીચની ફરિયાદ નોંધાઈ છે. અદાલતે અલ્તાફની તસવીર, વીડિયો અને નિવેદન મીડિયામાં દેખાડવા માટે સંપુર્ણ રીતે રોક લગાવવામાં આવે છે. આ નેતાને શરણ આપનાર બ્રિટનનું કહેવું છે કે, તેમને એવો કોઇ પુરાવો પ્રાપ્ત થયો નથી કે જેનાથી સાબિત થઇ શકે કે અલ્તાફે બ્રિટનના કાયદાનું ઉલ્લંધન કર્યું છે. 

Download Our B K News Today App



Related News