રણબીરની ધૂમ ફોરનું શૂટિંગ આગામી વર્ષે એપ્રિલથી

  • Published By : bknews
  • Published Date : 2025-06-03 11:48:50
  • Views : 237
  • Modified Date : 2025-06-03 11:48:50

- અયાન મુખર્જી દિગ્દર્શન કરે તેવી સંભાવના   

- હાલ સ્ક્રિપ્ટ ફાઈનલ થઈ રહી છે, રણબીરનાં વ્યસ્ત શિડયૂલના કારણે શૂટિંગમાં વિલંબ થશે

મુંબઈ : રણબીર કપૂરની 'ધૂમ ફોર'નું શૂટિંગ આગામી વર્ષે એપ્રિલમાં શરુ થાય તેવી ધારણા છે. 

હાલ આ ફિલ્મની સ્ક્રિપ્ટ ફાઈનલ થઈ રહી છે. પ્રોડયુસર આદિત્ય ચોપરા તથા શ્રીધર રાઘવન આ સ્ક્રિપ્ટને ફાઈનલ ટચ આપી રહ્યા છે. ફિલ્મનાં દિગ્દર્શન માટે અયાન મુખર્જીનું નામ લગભગ નક્કી મનાય છે. 

રણબીર હાલ 'લવ એન્ડ વોર'નાં શૂટિંગમાં વ્યસ્ત છે. આ ઉપરાંત તેની 'રામાયણ' અને 'એનિમલ  પાર્ક' સહિતની ફિલ્મો પણ આવી રહી છે.

 આથી તેની વ્યસ્તતાને કારણે શૂટિંગ શરુ થવામાં વિલંબ થાય તેવી સંભાવના છે. જોકે, તેમ છતાં પણ નિર્માતાનું પ્લાનિંગ એવું છે કે આગામી વર્ષે એપ્રિલમાં શૂટિંગ શરુ કરી ૨૦૨૭માં ફિલ્મ રીલિઝ કરી શકાય.

Download Our B K News Today App


Related News

આલિયાનું એવરેસ્ટ...

  • by bknews
  • March 15, 2019, 12:25 pm
  • 1773

સોનાક્ષી...

  • by bknews
  • March 1, 2019, 12:35 pm
  • 2156