સાપુતારામાં માલેગાંવ ઘાટમાં ખાનગી બસ પલટી, 5 લોકોના મોત

  • Published By : bknews
  • Published Date : 2025-02-02 13:15:14
  • Views : 37
  • Modified Date : 2025-02-02 13:15:14

ગુજરાતમાં ફરી એક વાર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ડાંગ જિલ્લાના સાપુતારા ઘાટ માર્ગમાં ગંભીર અકસ્માત સર્જાયો છે. સાપુતારા માલેગાંવ ઘાંટમાં ખાનગી બસ ઉતરી જતા અકસ્માત સર્જાયો છે. જેમાં 5 લોકોના મોત થયા છે.

 

ગુજરાતમાં ફરી એક વાર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ડાંગ જિલ્લાના સાપુતારા ઘાટ માર્ગમાં ગંભીર અકસ્માત સર્જાયો છે. સાપુતારા માલેગાંવ ઘાંટમાં ખાનગી બસ ઉતરી જતા અકસ્માત સર્જાયો છે. જેમાં 5 લોકોના મોત થયા છે. મળતી માહિતી અનુસાર મધ્યપ્રદેશના ગુનાથી 50 જેટલા મુસાફર ભરેલી બસ ઘાટમાં પલટી ગઈ હતી. જેના પગલે 5 લોકોના મોત થયા છે. જેમાં 12 મુસાફર ઈજાગ્રસ્ત થયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે.

5 લોકોના મોત

આજે વહેલી સવારે આશરે 4 વાગ્યે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણથતા તાત્કાલિક સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા. જો કે 5 મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે. તેમજ અન્ય કેટલાક પ્રવાસીઓ ઘાયલ થયા છે.

 

Download Our B K News Today App


Related News